મોરબી : ખાડા બુરવા માટે વપરાતી ઝીણી કપચીથી ફેલાતું ડસ્ટનું પ્રદુષણ

- text


બજાર લાઈનમાં ખાડા બુરવા કપચી નખાતા ધૂળની ડમરીઓ ઉડવાથી વેપારીઓ ત્રસ્ત : જાગૃત નાગરિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી કપચીથી ફેલાતા પ્રદુષણને અટકાવવાની માંગ કરી

મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા માર્ગો પર તંત્ર દ્વારા મસમત કરાઈ રહી છે.પણ માગો પર ઝીણી કપચી નખાતા પ્રદુષણ ફેલાતું હોવાની બુમરાણ ઉઠી છે અને માર્ગો પર ઠેરઠેર કપચીઓ નાખતા ધૂળની સતત ડમરીઓ ઉડતા વેપારીઓ સહિત વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે .આ અંગેની ફરિયાદ સાથે જાગૃત નાગરિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરીને ઝીણી કપચીથી ફેલાતા પ્રદુષણને અટકાવવાની માંગ કરી છે.

મોરબીના જાગૃત નાગરિકોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, થોડા સમય પહેલા ભારે વરસાદ પડ્યો હતો.જેમાં ઘણા માર્ગો ધીવાઈ ગયા હતા અને ખરાબ બની ગયા છે.ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગો પરના ખાડા બુરવા માટે હાલ ઝીણી કપચીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઠેરઠેર રોડ પરના ખાડા બુરવા તંત્રએ ઝીણી કપચીઓ નાખી છે.જેમાં બજાર લાઇન પરના રોડ પરના ખાડામાં કપચીઓ નખાતા ધૂળની સતત ડમરીઓ ઉડવાને કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે..જેથી પ્રદુષણ ફેલાઈ છે.જોકે કીચડ વાળા રોડ પર કપચી નખાઈ તે યોગ્ય છે.પણ ડામર રોડ અને સી.સી.રોડ પર આવી ઝીણી કપચી નાખવાથી કોઈ ફાયદો થતો નથી.ઉલટાનું પ્રદુષણ ફેલાઈ છે.જે ગંભીર બાબત છે ત્યારે આ ઝીણી કપચીથી રોડના ખાડા બુરવા હોય તો ડામર સાથે મિક્સ કરીને વાપરવાની માંગ કરી છે અને પ્રજાના રૂપિયાનું ખોટી રીતે આંધણ ન કરવાની માંગ કરી છે.

- text

- text