મોરબી : 2019-20 સિઝન ટ્રોફી માટે સિનિયર ક્રિકેટ ટીમની પસંદગી કરાશે

- text


મોરબી : મોરબીમાં ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી સમયમાં રમાનાર તાજપાલ અને જયહિંદ ટ્રોફી સિઝન 2019 -20 માટે સિનિયર ટીમનું સિલેકશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી તા.27 ઓગસ્ટ મંગળવારે બપોરે 3 થી 7 દરમ્યાન એક્સલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્ક્રુલ પાસે રવાપર- ધૂનડા રોડ ખાતે 2019-20 સિઝન ટ્રોફી માટે સિનિયર ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. આ સિનિયર ટીમમાં 26 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઇ શકશે.સિલકેશન માટે આવનાર ખેલાડીઓને પોતાના બે ફોટોગ્રાફ્સ, જન્મનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકતનું પ્રમાણપત્ર, રહેણાકનું પ્રમાણપત્ર સાથે લઈ આવવા કોચ નિશાંત જાનીની યાદીમાં જણાવાયું છે.

- text

- text