મોરબી જિલ્લાના ખેડુતો જોગ : ભારે વરસાદને કારણે ખેતીપાકોમાં થયેલ નુકશાની ના સર્વે અંગે

- text


મોરબી : મોરબી જિલ્લા ખેતી વળી અધિકારીની યાદી મુજબ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને જાણ કરવામાં આવે છે કે હાલમાં ખરીફ-૨૦૧૯માં થયેલ ભારે વરસાદને કારણે ખેતીપાકોમાં નુકશાન થયેલ હોય તો આપના ગામના ગ્રામસેવક તેમજ મોરબી જિલ્લામાં નોટીફાઈડ થયેલ વિમા કંપની (યુનિવર્સલ સોમ્પો) ના નીચે મુજબના તાલુકા કક્ષા/જિલ્લા કક્ષાના પ્રતિનિધિનો સંપર્ક કરી તાત્કાલિક પાક નુકશાનની અરજી પહોંચતી કરવી. આપની અરજીમાં ખેડૂતનું નામ, સર્વેનંબર/ખાતાનંબર, વિમો લીધેલ છે તે પાકનું નામ તથા વિમા માટે કરેલ અરજી નો અરજી નંબર વગેરે દર્શાવવાનું રહેશે તથા વધુ માહિતી માટે ટોલફ્રી નંબર-૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨ પર કોલ કરવા નાયબ નિયામકશ્રી ખેતીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

૧ – મોરબી – હાર્દિક જારીયા – જન સેવા કેન્દ્ર, નવા બસસ્ટેશનની બાજુમાં, સુપર માર્કેટ, મોરબી. – ૯૨૬૫૫૮૫૯૮૫
૨ – વાંકાનેર – હિતેશ વોરા – સી.એસ.સી. સેન્ટર, એસ.પી.પાન ની ઉપર, રસાલા રોડ, વાંકાનેર.- ૯૬૩૮૯૧૭૧૯૬
૩ – ટંકારા – મયુર ચન્દ્રવાડીયા – સરદાર કોપ્લેક્ષ, સેરીનાકા મેઈનરોડ, ટંકારા. – ૯૬૩૮૭૦૬૦૦૧
૪ – હળવદ – ભરત ચૌહાણ – ચામુંડા કોમ્પ્યુટર, જુનીતાલુકા પંચાયત પાસે, હળવદ. – ૯૭૭૩૪૯૦૪૩૦
૫ – માળિયા – વિરમ ગોગરા – મચ્છી પીઠ ચોકડી, પોલીસ લાઈન રોડ, માળિયા – ૬૩૫૧૧૩૫૬૮૧
૬- મોરબી જિલ્લો – શ્રેયશભાઈ – ૨૩૦,તાલુકા સેવાસદન, લાલબાગ,મોરબી – ૭૪૦૦૪૩૪૬૦૩

 

- text