મોરબી, વાંકાનેર અને હળવદમા છુટા છવાયા વરસાદી ઝાપટા

- text


મોરબી : મોરબી, વાંકાનેર અને હળવદમા આજે છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. મોરબીમાં બપોરે 2:30 થી 3 વચ્ચે હળવું ઝાપટું વરસ્યું હતું. આજે મોરબીમાં 1 મિમી, વાંકાનેરમા 7 મિમી અને હળવદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા અને માળિયા પંથક કોરો ધાકડ રહ્યો હતો.

- text