ટંકારામાં જળ તાંડવ : નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા

- text


પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ : ,પંચમુખી હનુમાનને પાણીએ થપાટ મારતા પાણી સામેના સ્મશાનમાં ફરી વળ્યાં

ટાંકરા : ટંકારામાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે એકધારા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને પોલીસ સ્ત્રશન પણ પાણી પાણી થઈ ગયું છે.જ્યારે પચમુખી હનુમાનને પાણીએ થપાટ મારતા પાણી સામેના સ્મશાનમાં ફરી વળ્યાં છે.

- text

ટંકારા પંથકમાં આજે સવારથી બારે મેઘ ખાંગા થયા હોય તેમ સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં 9 ઈંચ જેવો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં કપરી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.જ્યારે ટંકારનું પોલીસ સ્ટેશન પણ પાણી પાણી થઈ ગયું છે અને પંચમુખી હનુમાનજીને પાણીએ થપાટ મારતા પાણી સામેના સ્મશાનમાં ફરી વળ્યાં હતા. જોકે હજુ ટંકારામાં વિકટ પરિસ્થિતિ ન થઈ હોવાથી તંત્રએ લોકોએ અફવાથી દૂર રહેવા અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો જાણ કરવા લોકોને અપીલ કરી છે.

- text