મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન દ્વારા 900 રોપાનું નિઃશુલ્ક વિતરણ

- text


મોરબી : મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં કુલ 900 રોપાનું વિતરણ કરાયું હતું.

- text

મોરબીના મધુરમ ફાઉન્ડેશન દ્વારા શનાળા રોડ ઉપર સુપર માર્કેટ સામે નિઃશુલ્ક રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઔષધીય રોપા જેમકે કરંજ, આમળા, ગરમાળો, સરગવો, વડ તથા લીમડાના કુલ 900 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામીભાઈ, કાલરીયાભાઈ તેમજ ધનજીભાઈનો સહયોગ મળ્યો હતો.

- text