મોરબીના જોધપર નદી ગામે ત્રિપલ અકસ્માત : એકનું મોત

- text


બાઇક લઈને દુકાને જતા યુવાનને કાળ ભેટતા પરિવારમાં શોક

મોરબી : મોરબીના જોધપર નદી ગામે ત્રિપલ અકસ્માત થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રક , બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇકચાલકનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જોધપર નદી પાસે ફલોરા હાઉસ સામે આજે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને બોલરો ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં બાઇક લઈને જતા હાર્દિક હરેશભાઈ અડાલજા (ઉ.વ.૨૩) રહે. લીલાપર વાળા પણ હડફેટે ચડતા તેમનું મોત નીપજ્યું હતું.

- text

હાર્દિક તેની દુકાને બાઇક લઈને જતો હતો. ત્યારે અચાનક કાળ ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માત મામલે તાલુકા પોલીસના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરી આગળની તપાસ આદરી છે.

- text