હળવદ : સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ

- text


તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવી શક્યતા

હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામતી હોય છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હળવદ પંથકમાં બનતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના શૌચાલય માત્ર કહેવા પૂરતા જ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં તાલુકાના સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હળવદ તાલુકાના સરંભડા ગામે અંદાજે ૧૮ જેટલા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે જેમાં ઘણા બની ગયા છે અને ઘણા બાકી પણ છે જે શૌચાલય બનાવવા પાછળ રૂપિયા ૧૨હજારનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ લેભાગુ કોન્ટ્રાક્ટર દ્વારા શૌચાલય ના કામમાં લોટ પાણી ને લાકડા કરી બનાવવા ખાતર બનાવ્યા હોય તેમ મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સ્થળ મુલાકાત લઈ યોગ્ય તપાસ કરે તે જરૂરી બન્યું છે.

એન્જિનિયરને સાથે રાખી તપાસ કરીશું : સી.સી

- text

સરંભડા ગામે બનતા શૌચાલય મા ગેરરીતિ આચરી હોવાની રાવ ઉઠતા હળવદ તાલુકા પંચાયતના સી.સી જીતુભાઈ સોલંકી જણાવ્યું હતું કે એન્જિનિયરને સાથે રાખી સ્થળ મુલાકાત કરી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો કામમાં ક્ષતી જણાશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી કામ ફરીથી કરવા જણાવીશું

વર્ષ ૨૦૧૬/૧૭ પણ ૪૫ શૌચાલય બન્યા હતા હાલ મોટાભાગના બંધ છે.?

સરંભડા ગામે વર્ષ ૨૦૧૬/૧૭માં પણ ૪૫ સૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી મોટાભાગના શૌચાલયો હાલ બંધ છે અને જે ચાલુ કરવામાં આવ્યા છે જેમાં લોકોએ પોતાના ખર્ચે વધુ ખર્ચ કરી યોગ્ય બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે.

- text