હળવદમા જન્માષ્ટમીની તૈયારી માટે VHP દ્ધારા બેઠક યોજાઇ

- text


જન્માષ્ટમી મહોત્સવ પરંપરાગત રીતે ધામધુમથી ઉજવાશે

હળવદમા વિશ્ર્વહિન્દુ પરીષદ દ્ધારા વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામા આવે છે જેમા આ વર્ષે ઉજવણીની તૈયારીયો શરુ થયા પહેલા હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે બેઠક બોલાવામા આવી આ બેઠકમા વિશ્ર્વહિન્દુ પરીષદના હોદેદારો વેપારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા

- text

હળવદ શહેરમા વર્ષોથી પરંપરા મુજબ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી ક્રુષ્ણની ભવ્ય શોભાયાત્રા નીકળેસે જેમા અલગ અલગ સંસ્થા,શાળા અને લોકો દ્ધારા વેશભુશા, તલવારબાજી,રાસ દાંડીયા તેમજ અલગ અલગ શોભાયાત્રા દરમિયાન ક્રુતીઅો રજુકરી ઢોલનગારા સાથે જય રણછોડ માખણચોરના નાંદ સાથે શોભાયાત્રા કાઢવામા આવેછે હળવદ શહેરને ધજાપતીકાથી સણગારવામા આવે છે વીશાળ સંખ્યામા શહેરીજનો તેમજ ગ્રામપંથકના લોકો જોડાય છે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી દર વર્ષ કરતા આ વર્ષે વિષેશ કરવામા આવે તેવા હેતુથી હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠક યોજવામાં આવી આ વર્ષે શોભાયાત્રાના અધ્યક્ષ પદે ડો.મિલન માલપરા ની નિમણૂંક કરવામાં આવી અ‍ા બેઠકમા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઇ ઠક્કર,કાનાભાઇ, લલીત ઠક્કર ,પાચાભાઇ ભરવાડ ,અનીલભાઈ,ઘનશ્યામદવે ,કાર્તિક ખત્રી, વિજય ગીંગોરા તેમજ ગ્રામજનો હાજર રહ્યા.

- text