મોરબી : સદગતના સ્મરણાર્થે યોજાયેલો રક્તદાન કેમ્પ સંપન્ન

- text


ત્રણ કલાકમાં 64 બોટલ રક્ત એકત્રિત થયું

મોરબી : મોરબીના કંસારા છોટાલાલ પરમાનંદદાસ પરિવાર (ટાઈમ ટ્યુન પ્રોડક્ટ) દ્વારા શહેરના જલારામ મંદિર ખાતે સદગતના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

- text

થોડા સમય પહેલા મોરબીના કંસારા પરિવારની બે દીકરીઓ પ્રેક્ષાબેન વિપુલ ભાઈ, નિધીબેન જયમિનકુમાર તથા જમાઈ જયમિનકુમાર યોગેશભાઈનુ શ્રીનાથજીથી દર્શન કરી પરત ફરતી વખતે વિરમગામ પાસે કાર અકસ્માત મા મૃત્યુ થયુ હતુ. તે સદગતના સ્મણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૬૪ બોટલ રક્ત એકત્રિત કરવા મા આવ્યુ હતુ. આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, કે.ડી. પડસુંબિયા, ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, અનિલ સૌમૈયા, ભાવિન ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ચિરાગ રાચ્છ,કીશોરભાઈ ઘેલાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જીતુભાઈ મહેતા, રાઘવજીભાઈ ગડારા, જ્યોતિસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પોપટ સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી કંસારા પરિવારના દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text