મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત સર્વ ધર્મ જ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન

- text


મોરબી : મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોમી એક્તાપૂર્વક સર્વ ધર્મ જ્ઞાતિ માટે ગઈકાલે તારીખ 4ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ગઈકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત ડોકટરોની ટીમે સેવા આપી હતી. જેમા હૃદયરોગનાં પ્રખ્યાત ડો. મિહિર તન્ના, બાળરોગ નિષ્ણાત ડો. મૌલીક કોરવાડિયા, સ્ત્રીરોગ નિષ્ણાત ડો.શ્વેતા ત્રિવેદી તેમજ જનરલ સર્જન પેટ આંતરડાના ડો. યાકુબ પટેલ, ડો. જયેશ ભાનુશાલી, ડો. ભાવિન ગૌર, ડો. પુનિત ત્રિવેદી, ડો. સોહિલ બાદી સહિતના ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. આ કાર્યક્રમમા શહેરનાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા નગરપાલિકા, પ્રમુખ કેતન વીલપરા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલા સહિતના સમાજ અગ્રણીઓ રાજકીય આગેવાનો તેમજ ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને આ કેમ્પનો લાભ મહિલા પુરૂષો બાળકો સહિત અંદાજીત ૫૫૦ નાના મોટા લોકોએ લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text