વાંકાનેર : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ 1 ડેમમાં પાણીની સપાટી 31 ફૂટે પહોંચી

- text


વાંકાનેર : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંકાનેર તાલુકાના મચ્છુ -1 ડેમની પાણીની સપાટી 31 ફૂટને આંબી છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા આ સપાટી વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ આજે મેઘરાજાએ રાજકોટ અને કુવાડવા પંથકને રીતસર ધમરોળી નાખતા ધોધમાર 6 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કુવાડવામાં પડેલા ભારે વરસાદને પગલે વાંકાનેરના મચ્છુ -1 ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અગાઉ ત્રણેક દિવસ પૂર્વે મચ્છુ -1 ડેમમાં પાણીની સપાટી 28 ફૂટે હતી. જે હાલ 31 ફૂટે પહોંચી છે.

- text

કુવાડવા પંથકમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેતા મચ્છુ -1 ડેમમા પાણીની સપાટી હજુ પણ ઉપર જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

- text