મોરબી : એલસીબીએ બે બાઇકની ચોરી કરનાર તસ્કરને ઝડપ્યો

- text


એક બાઇકની ચોટીલા પાસેથી અને બીજા બાઇકની ધ્રાગધ્રા નજીકથી ચોરી કર્યાની કબુલાત આપી

મોરબી : મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે નીચી માંડલ ગામ પાસેથી એક શખ્સને બે ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.આ શખ્સે પોલીસની પૂછપરછમાં એક બાઇક ચોટીલા પાસેથી અને બીજા બાઇકની ધ્રાગધ્રામાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

- text

આ બનાવની મોરબી એલસીબી પાસેથી મળતી વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની વાહન ચોરીના ભેદ ઉકેલવાની સુચનાને પગલે એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના નંદલાલ વરમોરા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના નીચી માંડલ ગામના ખરાબા પાસેથી કરશનભાઇ ભલાભાઈ બિલવાર ઉ.વ.30 રહે દાહોદને બે બાઇક સાથે ઝડપી લીધો હતો.પોલીસની તપાસમાં આ બન્ને બાઇક ચોરીના હોવાનું ખુલ્યું હતું અને પોલીસની પૂછપરછમાં આ શખ્સે એક બાઇકની ચોટીલાના સરકારી દવાખાના પાસેથી અને બીજા બાઇકની ધ્રાગધ્રાના જસમતપુર ગામેથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે આરોપીની કુલ રૂ.35 હજારના બન્ને ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text