હળવદ : જુના દેવળીયામાં તા.4ના રોજ વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી

- text


હળવદ : હળવદના જુના દેવળીયાની પટેલ સમાજ વાડી ખાતે તારીખ 4ને રવિવારે 70મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં જ્યારે સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સુત્રને સાર્થક કરવા માટે 70મા વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે, જેમાં મોરબી જિલ્લા કક્ષાનો 70મો વન મહોત્સવ આગામી 4 ઓગષ્ટને રવિવારના રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે પટેલ સમાજવાડીમાં યોજાશે. વન મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા તથા અતિથિ વિશેષ તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા તેમજ મુખ્ય વન સંરક્ષક તકેદારી, ગાંધીનગરના એફ.એલ. ખુબાંગ ઉપસ્થિત રહેશે.

- text

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, કાલાવાડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા સહિતના અગ્રણીઓ ૭૦માં વન મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થશે. મોરબી જિલ્લા કક્ષાના આ 70મા વન મહોત્સવનો લાભ લેવા મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા તેમજ મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક એમ.એમ. ભાલોડીએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text