મોરબી આરટીઓના બે ઇન્સ્પેક્ટર અને બે આસી. ઇન્સ્પેક્ટરની બદલી

- text


મોરબી : સમગ્ર રાજ્યમાં આરટીઓના એકીસાથે 150 જેટલા અધિકારીની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ.કચેરીના ચાર અધિકારીનો સમાવેશ થાય છે.મોરબી આર.ટી.ઓ.કચેરીના બે ઇન્સ્પેક્ટર અને બે આસી.ઇન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે.

મોરબીની આર. ટી.ઓ.કચેરીના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ. કચેરીના ઇન્સ્પેક્ટર એ.કે.વ્યાસ, આર.કે જાદવ અને આસી.ઇન્સપેક્ટર આર.કે.પટેલ અને વી.ડી.ઝાલાની બદલી કરવામાં આવી છે.તેમની જગ્યાએ ઇન્સપેક્ટર તરીકે જીતુભાઇ પ્રજાપતિ અને આસી. ઇન્સ્પેક્ટર તરીકે ચાવડા તથા સંઘાડાની નિમણુક કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે બદલી થયેલા અધિકારી એ.કે.વ્યાસ મોરબીમાં જ્યારથી આર. ટી.ઓ.કચેરી શરૂ થઈ ત્યારથી ફરજ બજાવતા હતા અને મિલનસાર સ્વભાવના આ અધિકારી તમામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપતા હતા.તેમજ અન્ય અધિકારી અને કર્મચારી સાથે સારો એવો ઘરોબો ધરાવીને મોરબી આર.ટી.ઓ કચેરીને ડેવલપ કરી હતી અને તેઓ ચાર્જમાં હતા તથા છેલ્લા છ મહિનાથી નવા અધિકારી આવતા તેમણે ચાર્જ છોડી દીધો હતો. આ અધિકારીએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને લોકોમાં ભારે સરહના મેળવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text