થાનગઢ પોલીસ સ્ટેશન મોટરસાઇકલના ચોરોને પકડી પાડતી મોરબી એલસીબી

- text


મોરબી : થાનગઢમાંથી ચોરી થયેલ મોટરસાયકલના ટંકારા અને વાંકાનેરના બે મોટરસાઇકલ ચોરોને મોરબી એલસીબીના પોલીસ સ્ટાફે રફાળેશ્વર પાસેથી પકડી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેટર વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ શાખાના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા તથા નીરવભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે ગઈકાલે રફાળેશ્વર પાસેથી વિજયભાઈ હસમુખભાઈ દેત્રોજા(રહે. બંગાવડી, તા. ટંકારા) અને જયેશ ઉર્ફે જયલો દિનેશભાઇ સોમાણી (રહે. વાંકાનેર આરોગ્યનગર શેરી) પાસેથી હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિ.રૂ. 30,000) નંબર પ્લેટ વિનાની હાલતમાં મળી આવતા પૂછપરછમાં આરોપીઓ આ મોટરસાયકલ થાનગઢથી ચોરીને લાવ્યા હોવાનું ખુલ્યું હતું. આ અંગે બન્ને આરોપીઓની મોટરસાયકલ સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text