ઢુવા પાસેથી પાંચ વર્ષનો બાળક મળી આવ્યો : વાલી વારસની શોધખોળ ચાલુ

- text


ગુજરાતી કે હિન્દી ભાષાથી અજાણ બાળકના વાલીનો પતો મળ્યે વાંકાનેર તાલુકા પો.મથકમાં જાણ કરવા અપીલ

વાંકાનેર : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુવા નજીક સર્વિસ રોડ પરથી પાંચ વર્ષનું એક બાળક મળી આવ્યું છે. નિટકો (ક્લાસિક) સીરામીક, ઢુવા ખાતે નોકરી કરતા રિધીશકુમાર કનૈયાલાલ મોદી (ઉં.વ. 35)ને આ બાળક તેના કારખાના નજીકથી મળી આવતા બાળકનો કબજો તેણે વાંકાનેર પોલીસને સોંપ્યો હતો. આ બાળક ગુજરાતી કે હિન્દી ભાષા જાણતું નથી. હાલ આ બાળકને મોરબી ખાતે સરદાર બાગ પાછળ સ્થિત મેરી બ્રિટો મિશનરી ઓફ ચેરિટી સંસ્થામાં રાખવામાં આવ્યો છે. ફોટોમાં દર્શાતા બાળકના વાલીને કોઈ જાણતું હોય અથવા બાળક વિશેની કોઈ માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 02828 220665 અથવા તપાસકર્તા પો.હેડ.કોન્સ. એસ.આર.ચાવડા મો.નં. 9879076130 અથવા પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલ. મો.નં. 9909736555 પર જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text