મોરબી : ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા

- text


મોરબીમાં સવારે 10થી બપોરના ચાર વાગ્યા સુધીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી, હળવદમાં 2 મીમી,ટંકારમાં 7 મીમી અને માળિયામાં 5 મીમી વરસાદ પડ્યો : ઉપરવાસના વરસાદને કારણે મચ્છુ 2 ડેમની અત્યાર સુધીમાં 4 ફૂટ સપાટી વધી

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજા એકદમ ધીમીધારે હેત વરસાવી રહ્યા છે.જેમાં મોરબીમાં સવારે 10થી બપોરના ચાર વાગ્યા સુધીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી, હળવદમાં 2 મીમી,ટંકારમાં 7 મીમી અને માળિયામાં 5 મીમી વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી ધીમીધારે મેઘસવારી આવી પહોંચી છે અને આજે પણ મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે.આજે છવાયેલા મેઘાડંબર વચ્ચે આકાશમાં કટકે કટકે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં આજે સવારે 10થી બપોરના ચાર વાગ્યા સુધીમાં 6 મીમી, વાંકાનેરમાં 4 મીમી, હળવદમાં 2 મીમી,ટંકારમાં 7 મીમી અને માળિયામાં 5 મીમી વરસાદ પડ્યો છે અને હજુ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. જ્યારે ગઈકાલે રાત્રીના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી મોરબીમાં 30 મીમી અને વાંકાનેરમાં 31 મીમી અને હળવદમાં 21 મીમી,ટંકારમાં 29 મીમી અને માળિયામાં 6 મીમી વરસાદ પડ્યો છે. મોરબીમાં હજુ સુધી ભારે વરસાદ ન પડ્યો હોવા છતાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં ઉપરવાસના વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે.જેમાં આજે સવાર સુધીમાં આ ડેમમાં અઢી ફૂટ નવું પાણી આવ્યું હતું ત્યારે હાલ દોઢ ફૂટ પાણી વધીને કુલ નવા નીરની 4 ફૂટ જેટલી આવક થઈ છે અને ઉપરવાસના વરસાદને કારણે હજુ પ્રતિ કલાકે 3 હજાર ક્યુસેક પાણીની આવક થતી હોવાથી ડેમની સપાટી વધવાની શકયતા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text