મોરબી : કેનાલ રોડ પર ખડકાયેલા ઝુંપડાઓના દબાણો દૂર કરવા કલેક્ટરને રજુઆત

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ પર દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ પર છેલ્લા ઘણા સમયથી અંદાજે 30 થી 40 ઝુંપડાઓ ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા છે. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો અને સામાજિક કાર્યકરોએ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

મોરબીના કેનાલ રોડ પર ગેરકાયદેસર રીતે 30 થી 40 જેવા ઝુંપડાઓ ખડકી દેવામાં આવ્યા છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરતા હોઈ, અવારનવાર માથાકૂટ કરે છે. એ વિસ્તારમાંથી અભ્યાસ અર્થે અથવા કામસર પસાર થતી બેન-દીકરીઓ સાથે દાદાગીરી કરીને અશોભનીય ભાષાનો પ્રયોગ કરીને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. તેઓ કોઈથી ડરતા નથી. આ રોડ પર ત્રણ થી ચાર સોસાયટી અને વાડી વિસ્તાર આવેલા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ પણ આવેલી છે. ટૂંક સમયમાં અહીંયા લાભાર્થીઓ રહેવા આવનાર હોઈ, કલેક્ટરને સત્વરે આ અંગે કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામાં આવી છે.

- text

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને કેનાલ રોડ પર આવા લુખ્ખા તત્વો દારૂ પીને રસ્તાઓ પર ખેલ કરે છે. આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને લત્તાવાસીઓએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારી, એ ડિવિઝન પી.આઈ., ચીફ ઓફિસર અને મામલતદારને રજુઆત કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text