જુગારની મોસમ ખીલી : 38 હજારના મુદ્દામાલ સાથે 12 શખ્સો ઝડપાયા

- text


મોરબી : શ્રાવણ માસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં લોકો જુગાર રમવાનો ખાસ શોખ ધરાવે છે ત્યારે પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ જુગારની બદીને અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ આજે સર્કલ પો.ઇન્સ. આર.કે.ઝાલા, મોરબી તાલુકા પીએસઆઇ એમ.વી. પટેલ, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેઙ.કોન્સ. દિનેશભાઇ બાવળીયા, પો.કોન્સ. કિર્તીસિંહ જાડેજા, દિલિપભાઇ ગેડાણી, હિતેષભાઇ ચાવડા, ભરતદાન દેથા, સુરેશભાઇ કણજરીયા સહિતના સ્ટાફના માણસોએ પો.કોન્સ. દિલિપભાઇ ગેડાણીની ચોકકસ બાતમીના આધારે પાવળીયારી કેનાલ નજીક આવેલ કઝારીયા સેનેટરી વેરના કારખાનાના મજુર ઓરડીના સીડી ઉપરના ભાગે ચાલીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોય ત્યાં રેઇડ કરતા આરોપીઓ મનસુખભાઇ ગોરધનભાઇ ધરકીયા ઉવ.૩૨, અમરશીભાઇ શામજીભાઇ ચૈાહાણ ઉવ.૫૧, ગુલાબભાઇ અમરશીભાઇ ચૈાહાણ ઉવ.૨૬, ભરતભાઇ માવજીભાઇ મકવાણા ઉવ.૩૧, હરજીવનભાઇ દેવજીભાઇ ગડેશીયા ઉવ.૨૫, પીન્ટુભાઇ નથુભાઇ ચાવડા ઉવ.૩૧, મનસુખભાઇ નથુભાઇ ચાવડા ઉવ.૨૯, વૃજલાલ દિનેશભાઇ સોલંકી ઉવ.૩૪, જીજ્ઞેશભાઇ હરેશભાઇ સનુરા ઉવ.૨૧, અશોકભાઇ મુળજીભાઇ પરમાર ઉવ.૨૨, રફિકભાઇ ચાંદભાઇ મલેક ઉવ.૪૦ અને જોનીભાઇ લખમણભાઇ વાણીયા ઉવ.૨૮ તમામ રહે.જેતપર રોડ કઝારીયા સેનેટરી લેબર કવાર્ટર જેતપર રોડ તા.જી.મોરબી વાળાઓને કુલ રોકડા રૂ.૩૮,૩૨૦/- સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text