ઘુંટુ બ્રાન્ચ કેનાલમાંથી પાણી ચોરી કરી વેચાણ કરતા હોવાની રાવ

- text


મોરબી : ગેરકાયદે ઇલેક્ટ્રિક જોડાણ મેળવી ઘુંટુ બ્રાન્ચ કેનાલમાંથી પાણી ચોરીને વેંચાણ કરતા ઈસમ સામે એક નાગરીકે ફરિયાદ નોંધવા માટે મોરબી ડી.એસ.પીને અરજી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલિકાનગર ગામ તરફથી મોરબી બાજુ ઘુંટુ બ્રાન્ચ કેનાલમાંથી દેડકો મશીન તેમજ બકનળી મૂકીને નજીકમાં આવેલા સ્ટોન ક્રશર (ભરડીયા)માંથી ગેરકાયદે વીજ જોડાણ મેળવી પાણીની બેફામ ચોરી થઈ રહી હોવાનું તેમજ આ પાણી ટેન્કરોમાં ભરીને વેચાતું હોવાની ફરિયાદ નોંધવા માટે મોરબી ડી.એસ.પીને એક અરજી કરવામાં આવી છે. મનસુખભાઇ ભીખાભાઇ કોટડીયા નામના ખેડૂતે આ અરજીમાં જણાવ્યા અનુસાર ત્રિભોવનભાઈ નથુભાઈ ભાલોડિયા (રહે. કાલિકા નગર) નામના ઈસમ કે જે પણ ખેતીનો વ્યવસાય કરે છે દ્વારા આ ગુન્હાહિત કૃત્ય થઈ રહ્યું છે. અગાઉ 19 જુલાઈના રોજ નર્મદા કેનાલના ચેકીંગ સ્ટાફને સાથે રાખી આ ગેરકાનૂની કૃત્ય દર્શાવવામાં આવેલ. ત્યારે ચેકીંગ સ્ટાફ દ્વારા પાણી ખેંચવા માટેનો દેડકો મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય કોઈ કાર્યવાહી ન કરતા આ ઇસમે ફરી પાછું આ કૃત્ય શરૂ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પાણીની બેફામ ચોરી અટકે અને કેનાલના લાભાર્થી ખેડૂતોને વરસાદની ખેંચ વચ્ચે પૂરતું પાણી મળી રહે એ માટે સત્વરે કડક કાયદાકીય પગલાં ભરવા માટે અરજીમાં મનસુખભાઈ કોટડીયાએ જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text