પુલવામાં શહીદોના પરિવારોને મોરબી બોલાવી સન્માન કરાશે : આયોજન માટે 30મીએ મિટિંગ

- text


મોરબી સીરામીક એસો.ની આગેવાનીમાં યોજાનાર મિટિંગમાં ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ.એસ.બીટ્ટાસીંગ હાજર રહેશે

મોરબી : પુલવામા આંતકી હુમલામાં ભારત માતા માટે શહિદ થયેલ જવાનોના બલીદાનને બિરદવવાની સાથે તેમના પરીવારને આર્થિક સહાય કરવા માટે મોરબી સિરામીક એશોસીએશન, શૈક્ષણિક સંગઠનો, મોરબી જીલ્લા સહિત અન્ય જીલ્લાના ઔધોગીક , સામાજીક અને શૈક્ષણીક સંગઠનો દ્વારા જે પણ ધનરાશી એકઠી થઇ છે તે ધનરાશી નક્કી કરવામાં આવ્યા મુજબ શહિદોના પરીવારોને મોરબી ખાતે બોલાવીને રૂબરૂ આપવાની છે.

ત્યારે આગામી તારીખ ૩૦ જુલાઇના રોજ બપોરે ૧.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી મોરબી સિરામીક એશોસીએશન, રીયલ પ્લાઝા, પહેલા માળે, હોટલ ગ્રાન્ડ વર્ધમાનની બાજુમા એક મીટીગનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમા અધ્યક્ષ સ્થાને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ.એસ.બીટ્ટાસીંગ હાજર રહેનાર છે. આ કાર્યક્રમનો હેતુ શહિદોના પરીવારોને લાવવા લઇ જવા તેમજ અન્ય વ્યવસ્થા, સ્થળ વગેરે નક્કી કરવાનો છે.

ત્યારે આ પુર્વ આયોજનની મીટીગમાં મોરબી જીલ્લાના સંગઠનો કે જેઓએ પુલવામા આંતકી હુમલામા શહીદ જવાનોના પરિવાર માટે ફાળો એકઠો કર્યો હોય અને તેઓને અર્પણ કરવાનો બાકી હોય એ તમામ લોકોને આ કાર્યક્રમમાં જોડાવવા અપીલ છે. મોરબી જીલ્લા કે અન્ય જીલ્લાના સંસ્થા / વ્યકિત કે જેમણે એકઠી કરેલ ધનરાશી અર્પણ કરવાની બાકી હોય એ ધનરાશી રૂબરૂ આપવા માટે જે કાર્યક્રમ નક્કી કરવાનો છે તેમાં અમારી સાથે સ્વહસ્તે ફાળો દેવા માટે ઇચ્છુક હોય તેઓ મોરબી સિરામીક એસોસિએશન મો. નં. 97275 70850 પર સંસ્થા / વ્યકિતનું નામ / ધનરાશી અને તા. ૩૦ જુલાઇના રોજ હાજરી આપવા માટે વિગતો લખાવી દેવા અપીલ કરાઈ છે.

- text

આ કાર્યક્રમ માત્ર મોરબી સિરામીક એસોસિએશન પુરતો સીમીત નથી પરંતુ મોરબી જીલ્લા સહિત અન્ય જીલ્લા પણ આમાં જોડાઇ શકે છે . આ માટે સીક્યુરીટી અને વ્યવસ્થાના ભાગરૂપ તારીખ ૩૦ના રોજ જે પણ લોકો હાજર રહેવાના હોય તેઓએ સંસ્થાનુ નામ અને વ્યકિતઓ લખાવવા ખાસ જરૂરી છે તેમ એક અખબારી યાદીને અંતે આયોજકોએ જણાવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text