મોરબી : દીકરીનો જન્મ થતા નારાજ સાસરિયાઓએ પરણીતાને તરછોડી દીધી

- text


પુત્ર એષણામાં અંધ બનેલા પતિ તથા સાસુ- સસરા અને જેઠ-જેઠાણીએ પરણીતાંને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : દીકરો દીકરી એક સમાન હોવાના નારા વચ્ચે સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી વરવી ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીના ધુંટું ગામે રહેતી પરણીતાંએ દિકરોનો જન્મ આપતા નારાજ થયેલા પતિ સહિતના સાસરિયાઓએ તેણીને ત્રાસ આપીને કોઈ પ્રસંગમાં જવાનું બહાનું કરીને નિરાધાર હાલતમાં તરછોડી દીધી હતી. આ પરણીતાંએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ ઘટનાની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ધુંટુ ગામે સાસરિયું ધરાવતી અને હાલ મોરબીના શનાળા રોડ આવેલ અવધ સોસાયટીમાં રહેતી રશ્મિતાબેન હિતેશભાઈ સોરીયા ઉ.વ.31 નામની પરણીતાંએ તેના પતિ હિતેશભાઈ હંસરાજભાઈ સોરીયા, સસરા હંસરાજભાઈ ચકુંભાઈ સોરીયા,સાસુ ગોદાવરીબેન હંસરાજભાઈ સોરીયા અને જેઠ જયસુખભાઈ હંસરાજભાઈ સોરીયા તથા જેઠાણી મનીષાબેન જયસુખભાઈ સોરીયા રહે ધુંટું ,ગીતાનગર મોરબી સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.20/8/2015ના બે વર્ષ બાદ પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા હતા.દરમ્યાન પરણીતાએ દીકરીનો જન્મ આપ્યો હતો.પણ પુત્ર એશણામાં અંધ બનેલા પતિ સહિતના સસરિયાઓએ દીકરીના જન્મથી નારાજ થયા હતા અને તું ગાડા જેવી છો તથા તારું અને તારી દીકરીનું મોઢું જોવું નથી તેમ કહીને પરણીતાંને ત્રાસ આપ્યો હતો.ઉપરાંત આરોપીએ પોતાની જમીન વેચી હોય તેના ઘણા રૂપિયા આવ્યા હોવાથી રૂપિયામાં અંધ બનેલા તથા દીકરીના જન્મથી નારાજ થયેલા પતિ તથા સાસરિયાઓ પરણીતાને કોઈ પ્રસંગમાં જવાનું કહીને નિરાધાર હાલતમાં રસ્તે છોડી દીધી હતી. બાદમાં પરણીતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text