મોરબી : રાજપર તાલુકા શાળામાં અનામી દાતા દ્વારા બાળકોને ડાયરીનું વિતરણ

- text


મોરબી : મોરબીની રાજપર તાલુકા શાળામાં એક અનામી દાતા દ્વારા શાળાના બાળકોને લેસન ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના આધુનિક સોશિયલ મીડિયાના સમયમાં લોકો દાન આપે ત્યારે પોતાનું નામ કરવા માટે આવા માધ્યમો થકી લોકોને જણાવતા હોય છે. સોશિયલ મીડિયામાં આજે આવો દેખાડો સામાન્ય બની ગયો છે. ત્યારે આજના આવા સમયમાં પણ એવા લોકો છે, કે જેઓ જમણા હાથે દાન કરે તો ડાબા હાથને પણ ખબર ન પદવી જોઈએ એવા સિદ્ધાંતમાં માને પણ છે અને એનું અનુસરણ પણ કરે છે. માનવી પૈસા મેળવવા માટે આખી જિંદગી ખુબ દોડધામ કરે છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે, જે પોતે કમાયેલા ધન દ્વારા સત્કાર્યો કરે છે. આવું જ કાર્ય મોરબીના એક અનામી દાતાએ કર્યું છે. તેઓએ રાજપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓને લેસન ડાયરીનું વિતરણ કર્યું છે. આ બદલ રાજપર તાલુકા પ્રાથમિક શાળા પરિવારે દાતાને ધન્યવાદ પાઠવ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text