એસ.ટી.બસની અનિયમિતતાને લઈને જુના ઘાટીલા ગામના વિદ્યાર્થીઓની કલેકટરને રાવ

- text


મોરબી : જુના ઘાટીલા ગામના 400 વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોએ ગામમાં આવતી ત્રણ બસની અનિયમિતતા અને ડ્રાયવર કંડક્ટરના મનસ્વી વલણને લઈને જિલ્લા કલેકટરને રાવ કરી છે.

જુના ઘાંટીલાના આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસર્થે મોરબી સહિતના ગામ-શહેરમાં અપ ડાઉન કરે છે. આ ગામમાં જે 3 બસો આવે છે જેમાં મોરબીથી ચોટીલા વાયા ઘાંટીલા, ચોટીલાથી અંજાર અને મોરબીથી વેણાસરની બસો નિયમિત ઉપડતી નથી. આ બસના ડ્રાયવર કંડકટરનું વાણી, વર્તન પેસેન્જરો સાથે ઉદ્ધતાઈ ભર્યું હોય છે. પોતાની મન મરજી પ્રમાણે બસ લાવે-લઈ જાય છે. સમયસર બસ ઉપાડવા માટે વિનંતી કરીયે તો અસભ્ય વર્તન કરી ડર બતાવે છે. આ બાબતની રજુઆત ઘણી વખત ડેપો મેનેજરને કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. મોરબી, ટિકકર, અંજારના બસ ડ્રાયવર-કંડકટર પેસેન્જરો સાથે રુક્ષ વર્તન કરે છે. આ મતલબની ફરિયાદ ગામના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને કરતા કલેકટરે આ સમસ્યા અંગે યોગ્ય કરવાની ખાત્રી આપી છે. વિદ્યાર્થીઓની આ કાયમી સમસ્યાનું કલેકટર કઈ રીતે અને કેટલા દિવસમાં નિવારણ લાવે છે તે હવે જોવું રહ્યું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text