વાંકાનેર : ઘરકામ મામલે પતિએ પત્નીને પાવડાનો હાથો ફટકાર્યો

- text


પરણીતાને બે ત્રણ દિવસ સુધી માર મારીને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં ઘરકામ બાબતે પતિએ પત્નીને પાવડા હાથાથી તથા બે ત્રણ દિવસ સુધી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાઈ છે. વાંકાનેર પોલીસે પરણીતાની ફરિયાદના આધારે તેના પતિ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર શહેરના મિલ.પ્લોટ વિસ્તારમાં રહેતી કુલસુમબેન ઉર્ફે ગુલશન ગફારભાઈ ફકીર ઉ.વ.35 નામની પરણીતાએ તેના પતિ ગફારભાઈ હુશેનશા ફકીર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21થી અગાઉ 15 દિવસ પહેલા ઘરકામ બાબતે તેના પતિએ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. જેમાં પતિએ તેની પત્નીને પાવડાના હાથાથી માર માર્યો હતો અને ગત તા 16થી બે ત્રણ દિવસ સુધી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપ્યો હતો. આ મામલે પરણીતાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તેના પતિ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text