આપના આંદોલનના પગલે પાલિકા તંત્રએ ખાતરી સાથે સફાઈની કામગીરી શરૂ કરતાં આંદોલન સમેટાયુ

- text


મોરબી : મોરબીને ઉકરડાથી મુક્ત કરવા મામલે તંત્રના ઉદાસીન વલણ સામે આમ આદમી પાર્ટીએ ત્રણ દિવસ પહેલા ઉપવાસ અદોલન શરૂ કર્યું હતું અને આ આંદોલનના ભાગ રૂપે આજે આપ ના હોદ્દેદારોએ પાલિકા કચેરીના દરવાજે કચરો ઠાલવીને નવતર વિરોધ દર્શાવ્યો હતો, તેથી પાલિકા તંત્રએ ઉકરડા નાબુદી માટે નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપીને સફાઈ કામગીરી શરૂ કરતાં આપે હાલ પૂરતું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.

મોરબીને ઉકરડાઓથી મુક્ત કરીને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી પાલિકા તંત્રને નક્કર કાર્યવાહી કરવા માટે ઢંઢોળવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાં તંત્ર સફાઈની કામગીરી કરતું ન હોવાને કારણે ઉકરડાના ગંજ ખડકાયા હોવાથી તંત્રને જવાબદારીનું ભાન કરાવવા માટે આમ આદમી પાર્ટીએ ત્રણ દિવસ પહેલા પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ પ્રતીક ઉપવાસ આંદોલનમાં આમ આદમી પાર્ટીના હોદેદારો ભરતભાઇ બારોટ, પરેશભાઈ પારીઆ અને મહાદેવભાઈ પટેલ સહિતના જોડાયા હતા. જોકે આંદોલનને ત્રણ દિવસ થવા છતાં તંત્રની બેદરકારી યથાવત રહેતા આજે તંત્રની સાન ઠેકાણે લાવવા આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રની બેદરકારીથી ખડકાયેલા કચરાના ગંજ પાલિકામાં જ કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે એક કચરા ભરેલું ટ્રેકટર પાલિકાના દરવાજા પાસે ઠાલવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ આંદોલનને પગલે પાલિકા તંત્રએ નમતું જોખ્યું હતું અને ચીફ ઓફિસરે ઉકરડા નાબુદી માટે નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી દરબાર ગઢ પાસે સફાઈની કામગીરી શરૂ કરતાં આપે આંદોલન સમેટી લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આપે આંદોલનની ચીમકી આપ્યા બાદ તંત્ર ખાતરી આપીને પાણીમાં બેસી ગયું હતું ત્યારે હવે ફરીથી ખાતરીનું ગાજર આપ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર ખાતરી પ્રમાણે નક્કર કાર્યવાહી કરશે ખરું? કે પછી આપ નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરીને તંત્રને જવાબદારીનું ભાન કરાવશે ખરું?

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text