મોરબી-રફાળેશ્વર રોડ રીપેરીંગ માટેની દરખાસ્ત કરાઈ

- text


મોરબી : મોરબી રફાળેશ્વર રોડના રીપેરીંગ અને રિકાર્પેટ માટે દરખાસ્ત મોકલાઈ છે. જે મંજુર થયે વર્ષો બાદ રોડ રિકાર્પેટિંગનું કામ આગળ વધશે.

મોરબીથી રફાળેશ્વર જતો 6 કિલોમીટરની લંબાઈનો 3.75 મીટરનો ડામર રોડ છે. જે છેલ્લે 2009-2010માં રિકાર્પેટ એટલે કે ડામર કામ થયું હતું. છેલ્લા 9 વર્ષથી આ રોડ પર કોઈ કામ થયું નથી. હાલ આ રોડ પરથી સીરામીક એકમોના વાહનો પસાર થાય છે તેમજ પૌરાણિક એવા રફાળેશ્વર મંદિર જવા માટેનો મુખ્ય માર્ગ છે. ગ્રામજનો માટે પણ આ એક માત્ર રસ્તો છે. સ્થાનિકો દ્વારા મોરબી કલેકટરને આ રસ્તા બાબતે રજુઆત કરતા એક દરખાસ્ત તૈયાર કરીને મોકલાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ આ દરખાસ્ત રજૂ કરીને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text