માળીયા : હરીપર પાસેથી લોખંડના 344 એંગલ ચોરાયા

- text


માળીયા : માળિયાના હરીપર પાસે આવેલી પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી લોખંડના 344 જેટલા એંગલ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. માળીયા પોલીસે અજાણ્યા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે આવેલી પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી લોખંડના 344 એંગલ એટલે કે કુલ ચાલીસ હજારનો મુદ્દામાલ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની ફરિયાદ કંપનીના કર્મચારી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. આ અજાણ્યા આરોપીને પકડી પાડવા માટે માળીયા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ તપાસ ચલાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text