પુત્રના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યું

- text


મોરબી : અંગત ઉત્સવ એવા જન્મદિવસના પ્રસંગની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. જન્મદિવસની ઉજવણી યાદગાર બનાવવા લોકો હવે સામાજિક કાર્યો તરફ વળ્યા છે. આવા પ્રેરણાત્મક કાર્ય દ્વારા લોકોને આત્મસંતોષ મળે છે. ત્યારે મોરબીના તરઘડી ગામના તરુણ વયના કેશવ હિતેશભાઈ થોરિયાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ હતી. કેશવના માતા-પિતાએ પુત્રના જન્મદિવસ નિમિત્તે મોરબી સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી આત્મસંતોષની તૃપ્તિ મેળવી હતી. પુત્રના જન્મદિવસની ઉજવણી સેવાકાર્ય થકી કરવાથી બાલ્યાવસ્થાથી જ નવી પેઢીમાં સેવાકીય ભાવનાના સંસ્કાર બીજ રોપાય છે. હિતેશભાઈના આ કાર્યને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text