મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક એક અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ બનાવનું કારણ જાણવા લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે આવેલ તળાવની સામેના રેલવે પાટા પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. તેમજ આ બનાવનું સાચું કારણ જાણવા માટે મૃતકની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, લાશ કોહવાયેલી હોવાથી હાલના તબક્કે મોતના કારણ અંગે કઈ કહી શકાય એમ નથી. પીએમ રિપોર્ટ બાદ જ આ બનાવનું સાચું કારણ બહાર આવશે.મૃતકની ઓળખ મેળવવા મામલે 02822-242592 તાલુકા પોલીસ સ્ટેશન અને નિમાવતભાઈ 9426915901 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text