વિવિધ ક્ષેત્રમાં નામ રોશન કરનાર વાલ્મિકી સમાજના તેજસ્વી તારલાઓનો આજે સન્માન સમારોહ

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અને રંતીદેવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલ્મિકી સમૂહલગ્ન સમિતિ દ્વારા વાલ્મિકી સમાજના, વિવિધ ક્ષેત્રોમાં ચમકેલા તેજસ્વી તારલાઓનો એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ 20 જુલાઈ 2019ને શનિવારે સાંજે 06:30 થી 08;30 દરમ્યાન રજપૂત સમાજની વાડી, ઝૂલતા પુલ મેઈન રોડ, મોરબી ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ સમારોહમાં સંગીત તેમજ કાલા ક્ષેત્રમાં નામ રોશન કરનાર અને આઠ ધોરણ થી લઈને બાર ધોરણમાં ઉતીર્ણ થયેલા સહિત ગ્રેજ્યુએટ કે માસ્ટરડીગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં અવનાર છે. આ કાર્યક્રમમાં વિવિધ શહેરોના વાલ્મિકી સમાજના મુખ્ય આગેવાનો, મોરબીના રાજકીય આગેવાનો, સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. સંસ્થા દ્વારા સમાજના તમામ લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text