મોરબી એલસીબી દ્વારા વાંકાનેર સીટી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર ઝડપી પાડયો

- text


મોરબી જિલ્લા એલસીબી દ્વારા આજરોજ વાંકાનેર સીટી હદ વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએ વરલી મટકાનો જુગાર રમાડતા આરોપીઓને ઝડપી પાડેલ છે.

જેના પ્રથમ બનાવમાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આરોપી સુરેશ ભાણજી કાલરીયા એ વરલી ફીચરના આંકડા જુદાજુદા ગ્રાહકો પાસેથી નાણાં લઇને તે આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતાં જેની કપાત દિપક ઉર્ફે બટેક તથા અફઝલ લાખા પાસે કરાવી રેડ દરમિયાન આરોપી સુરેશ પાસેથી વરલી ફીચરના આંકડાઓ લખેલ જુગારનું સાહિત્ય, આંકડા લખેલ ચીઠી તથા ડાયરી તથા બોલપેન તથા રોકડ રૂપિયા 1250 તેમજ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 2250 ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશ હાજર મળી આવતા તથા આરોપી બટક અને અફઝલ હાજર નહીં મળી આવતાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- text

તેમજ બીજા બનાવમાં વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ પાસે જાહેરમાં ફુટપાથ ઉપર આરોપી સોયબ તથા મુસ્તાક વરલી ફીચરના આંકડા લખી જુદાજુદા ગ્રાહકો પાસેથી નાણાં લઈ નસીબ આધારિત પૈસાની હાર-જીતનો જુગાર રમાડતાં આરોપી કાદર જેડાના વરલી ફીચરના આંકડાઓ લખાવી રેડ દરમિયાન જુગારનું સાહિત્ય એક વરલી ફીચરના આંકડા લખેલી ડાયરી, બોલપેન તથા રોકડા રૂપિયા 1600નો મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text