મોરબી : પાણી માટે ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી

- text


ચકમપર, જીવાપર અને કેશવનગરના ગ્રામજનોએ રામધૂન બોલાવી પોતાની માંગ બુલંદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ સરકાર દ્વારા નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી ન આપતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે સરકારની નીતિ રીતિનો વિરોધ કરવા માટે મોરબીના ચકમપર, જીવાપર અને કેશવનગરના ખેડૂતોએ નર્મદા કેનાલ પાસે રામધૂન બોલાવી હતી અને સિંચાઈના પાણીની માંગને બુલંદ બનાવી હતી.

મોરબી જિલ્લામાં વરસાદની સિઝન શરૂ થયાની સાથે જ અત્યાર સુધીમાં માત્ર સામાન્ય વરસાદ સિવાય નોંધપાત્ર વરસાદ ન પડતા ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં માત્ર ગણ્યા ગાંઠ્યા ખેડૂતોએ વાવણી કરી છે અને મોટાભાગના ખેડૂતો વાવણી કરી શક્યા નથી. વરસાદ ખેંચાતા જે ખેડૂતોએ વાવણી કરી છે તેમના ઉભા મોલ સિંચાઈના પાણીના અભાવે મુરાજાય રહ્યા છે. તેમજ વાવણી બાકી હોવાથી જગતાત ચિંતાતુર થઈ ગયો છે. તેથી આવા સંજોગોમાં ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઈનું પાણી મળી રહે તો ખેડૂતોને મોટી રાહત થાય તેમ છે.તેથી નર્મદા કેનાલમાંથી પાણી છોડવા માટે ઈશ્વર સરકારને સદબુદ્ધિ આપે તે માટે મોરબીના જીવાપર, ચકમપર અને કેશવનગર ગામના ખેડૂતોએ ચકમપર ગામ નજીક નીકળતી નર્મદા કેનાલ પાસે રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવાની માંગ કરી હતી.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text