મોરબી : દુધાળા પશુઓનું કાચું દૂધ પીવાથી રાપરમાં દુધિયા તાવનો કહેર

- text


દૂધાળા પશુઓના દૂધમાં રહેલા બેક્ટેરિયાથી માણસમાં ફેલાતો તાવનો રોગચાળો

મોરબી : મોરબીના જેતપરમાં અગાઉ પશુઓના દુધથી થતા બૃસેલા નામના રોગ બાદ હવે રાપરમાં દુધિયા તાવનો કહેર જોવા મળી રહ્યો છે. ગાય-ભેંસ, બકરીનું કાચું દૂધ પીવાથી થતા રોગની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. જો કે આ રોગ ગંભીર પ્રકારનો ન હોવાથી લોકોને ચિંતાનું કોઈ કારણ નથી એવું આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે.

મોરબીના રાપરમાં પાછલા એક મહિનાથી દુધિયો તાવનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસમાં અનેક દર્દીઓને તાવ જેવી બીમારીને પગલે મોરબી તેમજ રાજકોટ સારવાર અર્થે ખસેડ્યા છે. છેલ્લા એકાદ મહિનાથી દુધિયા તાવનો ૨૫ જેટલા લોકો ભોગ બની ચુક્યા છે જે મામલે પશુ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને પરિસ્થતિ અંગે જાણ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પશુ ડોક્ટરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અગાઉ જેતપરમાં જે બૃસેલા રોગ જેવો જ દુધિયો તાવ જે જેના કેસ રાપરમાં હોવાની માહિતી સરપંચ દ્વારા મળી હતી. જેને પગલે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા તંત્ર હરકતમાં આવ્યું છે.

તાવના દર્દીના લોહીના નમુના લઈને મોરબી સહીત બે સ્થળે લેબોરેટરીમાં ચેકીંગ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ૭ જેટલા દુઝેલા પશુઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં છ ભેંસ અને એક ગાય પૈકી ૨ પશુઓને ડિટેકટ કરવામાં આવ્યા છે. આવા પશુઓનું કાચું દૂધ પીવાથી તાવ જેવી તકલીફ રહે છે. જોકે આ રોગ બહુ જોખમી ના હોવાનું પશુ ડોક્ટર જણાવે છે. તેમજ દૂધ ઉકાળીને પીવાની પણ સલાહ આપી હતી. સામાન્ય રીતે કાચું દૂધ પીવાથી દુધિયો તાવ લાગુ પડી શકે છે. જોકે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તેમજ સેમ્પલ લઈને લેબોરેટરી કરીને જરૂરી સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરીથી દુધિયો તાવે દેખા દેતા તેમજ અનેક દર્દીઓને ઝપેટમાં લેતા રાપર પંથકમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આરોગ્ય અધિકારી ડૉ. ચેતન વારેવડિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દુધાળા પશુઓમાં રહેલા બેકટેરીયાને કારણે એ બેક્ટેરિયા દૂધમાં આવી જાય ત્યારે એ દૂધ જો કાચું એટલે કે ગરમ કર્યા વગર સીધુ પીવાના ઉપીયોગમાં લેવાય ત્યારે એ બેક્ટેરિયા માનવ શરીરમાં દાખલ થાય છે. અને વ્યક્તિને તાવ આવે છે. સ્થાનિક બોલીમાં એ તાવને લોકો દુધિયા તાવથી ઓળખે છે. અલબત્ત આ તાવની સારવાર દવા, ઇન્જેક્શન દ્વારા ઉપલબદ્ધ છે અને 8-10 દિવસમાં તાવ મટી જાય છે. બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો સહિત જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકો આ તાવની ઝપટમાં આવે છે.

- text

તંત્ર દ્વારા આ માટે રાપર વિસ્તારમાં શંકાસ્પદ કેસોમાં પશુઓની ચકાસણી થઈ રહી છે. જો કે જે પશુઓમાં આ બેક્ટેરિયા હોય એના કોઈ બાહ્ય લક્ષણો પરથી એ પશુ ઓળખી શકાતું નથી. પણ જે તે પશુનું કાચું દૂધ પીવાથી વ્યક્તિને તાવ આવ્યો હોય ત્યારે એ પશુની તપાસ કરવાથી જ એ રોગની પશુમાં હાજરીની જાણકારી મળી શકે છે. આ તકે ડૉ. ચેતન વારેવડીયાએ લોકોને દૂધ હંમેશા ઉકાળીને જ પીવાની સલાહ આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text