નિખાલસ ગુરુ જ જીવનનો સાચો રાહબર : પૂ.રાજર્ષિ મુનિ

- text


મોરબીમાં યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ : રાજર્ષિ મુનિએ પરમ આધ્યાત્મિક વાણીથી મોટી સંખ્યામાં ભક્તોને તરબોળ કર્યા

મોરબી : મોરબીમાં આજે ઠેરઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો હતો. જેમાં મોરબી નજીક આવેલા વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજર્ષિ મુનિએ સાચા ગુરુનું જીવનમાં મહત્વ અને યોગ સાધનાના મર્મને સમજાવ્યો હતો. રાજર્ષિ મુનિએ સાચા ગૃરુના માધ્યમથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો હોવાનું જણાવીને પોતાની દિવ્ય આધ્યાત્મિક વાણીમાં મોટી સંખ્યામાં ભક્તજનોને તરબોળ.કરી દીધા હતા.મોરબીના સીરામીક અગ્રણી કે.જી.કુંડારિયા તથા રતિલાલ જાકાસણીયાના યજમાનપદે આજે મોરબી-રાજકોટ હાઇવે પરના વિરપર નજીક આવેલ સમય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડ્રિમલેન્ડ ફનવર્લ્ડની બાજુમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ મિશનના કલાગુરુ સ્વામી રાજર્ષિ મુનિના સાનિધ્યમાં આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે પાદુકા પૂજન, ગુરુજીનું આગમન, દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, સ્વાગત પ્રવચન, ગુરુજીનું ફુલહારથી સ્વાગત, મહાનુભવોનું પ્રવચન, ગુરુદેવના આશીર્વાદ, આભાર દર્શન, ગરુદેવની ભાવવંદના તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરમ્યાન મંત્ર દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુજીના હસ્તે ભક્તો દીક્ષા લીધી હતી અને મોટી સંખ્યા ભાવિકોએ ઉમટી પડીને ગુરુજીનું પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે રાજર્ષિ મુનિએ જણાવ્યું હતું કે, ગુરુના જ્ઞાન થકી લોકીને જીવનને સાચી દિશા મળે છે અને યોગ થકી માણસ પરમ શાંતિનો અનુભવ કરે છે. મારા પણાનો ભેદ છૂટે ત્યારે જ સાચું જ બ્રહ્મજ્ઞાન થાય છે અને નિખાલસ ગુરુ જીવનનો સાચો રાહબર હોય છે. તેમણે યોગ સાધના વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. યોગના ઊંડા અભ્યાસુ સ્વામી રાજર્ષિ મુનિએ દરેક માણસના જીવનમાં ગુરુનું મહત્વ તથા શારીરિક માનસિક સુખ શાંતિ માટે યોગ સાધનાના મહત્વ વિશે સાચી દિશા બતાવીને મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તજનોને પરમ આધ્યાત્મિક વાણીમાં તરબોળ કરી દીધા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text