મોરબી : સ્વચ્છતા અભિયાન સમિતિ કાલે રવિવારે રવાપરમાં સફાઈ કરશે

- text


મોરબી : મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની નેમ સાથે કાર્યરત સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા આવતીકાલે રવિવારે રવાપર ગામે સાફ સફાઈ કરવામાં આવનાર છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે રવિવારે વહેલી સવારે 6 વાગ્યાથી રવાપર તળાવની આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શહેરના 150 થી વધુ પ્રતિષ્ઠિત નાગરિકો જાડુ લઈને ગંદકી દૂર કરશે. આ અભિયાનમા જોડાવા માટે મો.નં. 9727770271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text