હડમતિયા : તસ્કરોએ જનરલ સ્ટોરના પતરા તોડી અંદર ઘુસ્યા

- text


હડમતીયા : હડમતીયા ગામા આવેલી બહુચર જનરલ સ્ટોર અેન્ડ કેન્ડી નામની દુકાનને નિશાચરોઅે ચાર વાર નિશાન બનાવીને પોલિસ અને ગ્રામજનોને પડકાર ફેંકયો છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં નિશાચરોના આટાફેરા વધી રહ્યા છે. ત્યારે વારંવાર અેક જ દુકાનના ત્રણવાર શટર અને અેકવાર દુકાનના પતરા તોડીને અંદર પ્રવેશી ચોરી કરીને નાશી છુટ્યા હતા. આ બાબતે અનેકવાર દુકાન માલિક કામરીયા નરભેરામ આંબાભાઈઅે ટંકારા પોલિસ દફતરે ફરિયાદ નોંધાવેલ છે પણ નિશાચરોના આજ સુધી સગડ મળ્યા નથી. ટંકારા પોલિસને પડકાર ફેકતા હોય તેમ અેક જ દુકાનને નિશાન બનાવીને નિશાચરો પલાયન થઈ જાય છે. ગ્રામજનોનું કહેવુ છે કે પોલિસ રાત્રી પેટ્રોલિંગ શરુ કરે તો આ છાશવારે બનતી ઘટનાઅોને અટકાવી શકાય તેમ છે. હાલ દુકાન માલિકે ટંકારા પોલિસ સ્ટેશનને જાણ કરી છે.

- text