મોરબી : હિન્દુ વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ મુકવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

- text


મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ-મોરબી અને બજરંગ દળ દ્વારા દેશમાં વધતી જતી હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ પર અંકુશ મુકવા માટે રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આજરોજ દેશમાં વધતી જતી હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ પર અંકુશ મુકવા માટે રાષ્ટ્રપતિને મોરબીના જિલ્લા કલેકટર મારફત આવેદન આપવામાં આવ્યું છે.

- text

આવેદન પત્રમાં વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેર મંત્રી કમલ દવેના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયથી ભારતમાં હિન્દૂ વિરોધીઓ પ્રવૃતિઓ ચિંતાજનક રીતે વધી રહી છે. અમુક ચોક્કસ હિન્દૂ વિરોધી સંસ્થાઓ દ્વારા એક ચોકસ એજન્ડા સાથે હિન્દુઓના મંદિરો અને ધર્મ તેમજ સંસ્કૃતિ પર આયોજનબંધ રીતે પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે અને આવી હિન્દૂ વિરોધી ઘટનાઓ સતત દેશના દરેક ખૂણે વધી રહી છે. જેમાં મંદિરોમાં તોડફોડ સહિત હિન્દુ મહિલાઓ તથા બાળકીઓ સાથેની અપમાનજનક વર્તણુક, ધર્માંતરણ, લવ જેહાદ, હિંસક પ્રદર્શન, ગૌ હત્યા, ગૌ તસ્કરી, અલગતાવાદ જેવી પ્રવૃત્તિઓને લીધે હિન્દુ સમાજ આક્રોશમાં છે. આ ઉપરાંત આવી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્ર ભક્તો અને હિન્દુવાદી સંસ્થાના હોદેદારો અને કાર્યકરોને પણ ચોકસ હેતુ સાથે બદનામ કરવામાં આવી રહ્યા છે. જેથી આવી પ્રવૃત્તિઓ કરતા લોકો તથા સંસ્થાઓ પર અંકુશ લાદવા માટે તથા દેશમાં શાંતિપૂર્ણ માહોલ બનાવવા માટે બજરંગદળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફત આવેદન પાઠવવામાં આવ્યું છે અને આ આ બાબતે યોગ્ય કરવાની માંગણી કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text