મોરબી જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકવવા માટે સ્પે. ઇકોનોમિક સેલની રચના કરવા માંગ

- text


કોંગી અગ્રણીએ ઇકોનોમિક સેલની રચના તથા માલધારીઓ પડતર પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં આર્થિક ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે.તેથી આર્થિક ગુનાઓ અટકવવા માંટે મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇકોનોમિક સેલની રચના કરવા તથા માલધારીઓ પડતર પ્રશ્નો પશુપાલનની લોન અને 7/12ના ઉતારામાંથી બોજની વિગતો હટાવીને સરકારી યોજનનો લાભ આપવા માટે કોંગી અગ્રણીએ મુખ્યમંત્રીને વિગતવાર રજુઆત કરી છે.મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લો વિકાસશીલ ઔદ્યોગિક ઝોન વિસ્તાર છે.આથી મોરબી જિલ્લામાં બહાર રાજ્યોનો હજારો શ્રમિકો મજુરી મેળવે છે.પરંતુ મોરબીમાં છેતરપીંડીના બનાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને વ્યાજખોરોનો ત્રાસ પણ ઘણો વધી ગયો છે.આ પ્રકારના ગુનાઓ અવારનવાર નોંધાઈ છે.જોકે વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે હોય છે કે, અમુક લોકોને ઝેર પણ પીવાનો વખત આવે છે.લોકો એટલી હદે ડરી જાય છે કે, ફરિયાદ પણ કરી શકતા નથી.તેથી આવા ગુનાઓનું પ્રમાણ અટકે અને લોકો નિર્ભય બનીને જીવન ગુજારે તે માટે તેમને સ્પે.ઇકોનોમિક સેલની રચના કરવાની માંગ ઉઠાવી છે.

- text

ઉપરાંત માલધારીઓના પ્રશ્ને રજુઆત કરી હતી કે,રાજ્ય સરકારે ખાતેદારો માટે અનેક વિકાસલક્ષી યોજના અમલી બનાવી છે.પરંતુ જરૂરતમંદ ખાતેદારોના ખાતામાં 7/12ના ઉતારામાં બોજાની વિગતો હોવાથી તેમને અનેક લાભદાયી યોજનાનો લાભ મળતો નથી.જે માલધારીઓ ગોપાલક વિકાસ નિગમમાંથી લોન મેળવે છે.તેમના ખાતામાં બોજાની વિગતો હોવાથી તેમને બીજી યોજનાનો લાભ મળતો ન હોવાથી 7/12ના ઉતારામાંથી બોજાની વિગતો દૂર કરવાની માંગ કરી છે.તેમજ પશુપાલકો માત્ર પશુપાલન યોજના હેઠળ લોન માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારાઈ છે.પરંતુ સ્થાનિક બેકો જે તે અરજદારોને લોન આપવા માટે આ ઓનલાઈન દાખલો આપતી નથી.જેથી પશુપાલકોને મુશ્કેલીઓ પડતી હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text