મોરબી : મચ્છુ 4 ચેકડેમ યોજના તાકીદે પુરી કરવાની બ્રિજેશ મેરજાની માંગ

- text


મોરબી : મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મચ્છુ 4 ચેકડેમ યોજનાનું કામ તાકીદે પૂરું કરવાની માંગ કરી છે. આ કામ અટકી જવાથી રાસંગપર, નવાગામ, ધરમનગર સહિતના ગામો સિંચાઈથી વંચિત છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મચ્છુ 4 ચેકડેમ યોજનાની તાંત્રિક મંજૂરી મેળવવા રજુઆત કરી છે. મચ્છુ 3 સિંચાઈ યોજનાની ભૂમિગત પાઇપ કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવા સિંચાઈ વિભાગે સંમતિ આપી હોય મોટી બરાર, નવાગામ, ધરમનગર અને રાસંગપર ગામના આગેવાનોની રજુઆત ગ્રાહ્ય રહી છે. આ ઉપરાંત બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકાના વાઘપર અને ગાળા ગામ વચ્ચે આવેલા વોકળા પર નવો ચેકડેમ બનાવવાની માંગણી કરેલી છે. જેની ડિઝાઇન પૂર્ણ કરી તાકીદે વહીવટી મંજૂરીનું કામ પણ પ્રગતિ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે આ કર્યો પૂર્ણ થતા આ વિસ્તારના સ્થાનિક ખેડૂતોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવવાનો આશાવાદ સેવાઇ રહ્યો છે. જે માટે મેરજા જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text