વાંકાનેર પ્રાંત અધિકારીએ ખનીજચોરી કરતાં ૩ ડમ્પર ઝડપ્યા : ખાણ ખનીજ ખાતું ગાઢ નિંદ્રામાં

- text


અગાઉ પણ અનેક વખત પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી : વાંકાનેર રેલ્વે કોન્ટ્રાક્ટરના ગેરકાયદેસર ખનિજ વાહનો ઝડપી પાડી ૪,૩૦,૦૦૦ નો દંડ ફટકારાયો

વાંકાનેર : ગતરાત્રે એક વાગ્યે વાંકાનેરના પ્રાંત અધિકારી એન. એફ. વસાવા તેમની ટીમ સાથે વઘાસીયા ટોલનાકા પાસે ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતી બે સીલીકા સેન્ડ અને એક કોલસીની ગાડી ઝડપી પાડી હતી જેને અટકમાં લઈને સેવાસદન વાંકાનેરના ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવી હતી અને આ ગેરકાયદેસર ખનિજ વહન કરતાં વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર પ્રાંત અધિકારી પાસે તેમની ઓફિસમાં પણ કેસનો એટલો ભરાવો છે કે ઓફિસ સમય કરતાં વધુ સમય સુધી કામ કરી રહ્યા છે તેમ છતાં અવારનવાર વાંકાનેર પંથકમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરીને ડામવા તેવો પ્રયત્નો કરી રહ્યા છે અને અવારનવાર વાહનો જપ્ત કરી સરકારી તિજોરીની આવક વધારી રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવાની જેને સત્તા આપવામાં આવેલ છે તે ખાણ ખનીજ ખાતું ક્યારેક જ વાંકાનેર પંથકમાં આવી એકાદ ગાડીનો કેસ બતાવી પાછા પોતાની એસી ચેમ્બરમાં ચાલ્યા જાય છે જેથી વાંકાનેર પંથકમાં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે.

- text

થોડા સમય પહેલાં પણ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા વાંકાનેર પંથકમાં ચાલતા રેલ્વેના ડબલ ટ્રેકના કામના કોન્ટ્રાક્ટરોના ત્રણ ડમ્પરો ગેરકાયદેસર ખનિજ વહન કરતાં ઝડપી પાડેલ અને તેમની પાસેથી ૪,૩૦,૦૦૦ નો દંડ વસૂલ કરી સરકારી તિજોરીને આવક કરેલ તેમ છતાં હજુ પણ રેલ્વે કોન્ટ્રાક્ટરો દ્વારા વાંકાનેર પંથકમાં ગમે તે સરકારી ખરાબો હોય કે ગૌચરની જગ્યા હોય કે તળાવ હોય ગમે ત્યાંથી ગેરકાયદેસર રીતે માટી ભરી રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરી રહ્યા છે અને હાલમાં પણ ચાલુ છે તેમ છતાં મોરબી જિલ્લા ખાણ ખનિજ તંત્ર દ્વારા આજ સુધી ક્યારેય પણ રેલ્વે કોન્ટ્રાક્ટર પર કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી તો તેની પાછળનું કારણ શું? રેલ્વે કોન્ટેક્ટરો ગમે ત્યાંથી કોઈ જાતની પૂર્વ મંજૂરી વગર ખોદકામ કરી રહ્યા છે તો તેના પર કેમ ક્યારેય ખાણ ખનીજ ખાતું એક્શન નથી લઈ રહ્યું તો આ મહેરબાની પાછળનું કારણ શું ?

- text