મોરબી : કિસાન સન્માન નિધી યોજના માટે ખેડુતો ઓનલાઈન અરજી કરી શકશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે.

ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા“પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજના” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ બે હેકટર સુધીની ખેતીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારને વાર્ષિક રૂપીયા ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન સમયે સરકાર દ્વારા આ યોજનાની શરતોમાં સુધારો કરી બે હેકટર સુધીની જમીન મર્યાદા રદ કરવામાં આવી છે અને આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જેથી જીલ્લાના તમામ ખેડૂત કુટુંબોને યોજના હેઠળ આવરી શકાશે. આ યોજનાનો વ્યાપ વધવાથી જીલ્લાના મોટા ખેડૂત ખાતેદારો યોજના હેઠળ લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના માટેની અરજીઓ દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઈન કરવાની પ્રકિયા સતત ચાલી રહે છે.

- text

અરજી માટે ખેડૂત અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ આપવાની રહેશે. બેન્ક ખાતામાં આધારકાર્ડ લિંક હોવું ફરજીયાત છે. આ યોજનામાં ખેડૂત પરિવાર અર્થાત પતિ, પત્ની અને સગીર બાળકો(અઢાર વર્ષની ઓછી વયના)નો ખેડૂત કુટુંબમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ જે પરિવારમાંથી કોઈ વૈધાનિક પદ ધરાવતા હોય, પૂર્વ કે ચાલુ મંત્રી, રાજય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ કે ચાલુ વર્ગ-૪ સિવાયનાં તમામ કેન્દ્ર કે રાજય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ, છેલ્લા એક વર્ષ દરમ્યાન આવકવેરો ભરેલો હોય તેવા ખેડૂત પરિવાર, પરિવારમાંથી કોઈ ડોકટર, એન્જીનીયર, ચાર્ટડએકાઉન્ટ કે આર્કિટેકટ હોય તેમને મળી શકશે નહિ. જે ખેડૂત પરિવારોએ અગાઉ અરજી નહિ કરી હોય એમણે આ યોજના હેઠળ જોડાઈ એપ્રિલ થી જુલાઈ ૨૦૧૯ સુધીનાં તબકકાનો લાભ લેવા માટે ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવી જરૂરી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text