કાઉન્સિલરના પતિ અને કર્મચારી વચ્ચે માથકૂટ બાદ મોરબી પાલિકામાં વીજળીક હડતાળ

- text


તમામ વિભાગના કર્મચારી પોત પોતાના વિભાગોને તાળા મારી બહાર નીકળી ગયા હતા : જોકે પોલીસની દરમ્યાનગીરી મામલો થાળે પડતા હડતાલ સમેટાઈ

મોરબી : મોરબી નગર પાલિકા કચેરીમાં કાઉન્સિલરના પતિ અને પાલિકા કર્મચારી વચ્ચે દાખલો કઢાવવા બાબત ઉગ્ર બોલાચાલી થતા પાલિકાના તમામ વિભાગના તમામ કર્મચારીઓ વીજળીવેગે હડતાળ પર ઉતરી જતા પાલિકાની તમામ કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પોહ્ચ્યો હતો જ્યાં બંને પક્ષે પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને કલાકમાં જ પાલિકાની હડતાલ સમેટાઈ ગઈ હતી.

બનાવની સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જન્મ-મરણ વિભાગમાં દાખલા કાઢવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન કાઉન્સિલરના પતિ મનુભાઈ સારેસાએ એક દાખલો કાઢી આપવા બાબતે જન્મ-મરણ વિભાગના કર્મચારી મંગળસિંહ સાથે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તમામ વિભાગના કર્મચારીઓ પોતાની કામગીરી છોડી બહાર દોડી આવ્યા હતા. ત્યાર બાદ તમામ વિભાગોને કર્મચારીઓએ તાળાબંધી કરતા પાલિકાની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. અને આ આ સમગ્ર મામલો પોલીસ મથકે પોહ્ચ્યો હતો જ્યાં બંને પક્ષે પોલીસની સમજાવટથી સમાધાન થઇ જતા મામલો થાળે પડ્યો હતો અને કલાકમાં જ પાલિકાની હડતાલ સમેટાઈ ગઈ હતી.

- text

 

- text