મોરબીના ઉદ્યોગપતિના પુત્રએ નેશનલ લેવલની કરાટે કોમ્પિટિશનમાં મેડલ મેળવ્યો

- text


પ્લેટિના સીરામીક પ્રા.લીના અરવિંદભાઈના પુત્રને બ્રોન્ઝ મેડલ મળતા ઠેર ઠેરથી થઈ રહી છે અભિનંદન વર્ષા

મોરબી : ઉત્તરાખંડના નૈનિતાલ ખાતે આઇપીએસસી આયોજિત નેશનલ લેવલની કરાટે કોમ્પિટિશનમાં મોરબીના ઉદ્યોગપતિના પુત્રએ બ્રોન્ઝ મેડલ મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે.

- text

તાજેતરમાં ઉત્તરાખંડના નૈનિતાલ ખાતે આઇપીએસસી દ્વારા નેશનલ લેવલની કરાટે કોમ્પિટિશનનું આયોજન થયું હતું. જેમાં દેશભરમાંથી કરાટે કરતા યુવાનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રવાપર રોડ, સાયન્ટિફિક વાડી સ્થિત આલાપ પાર્કમાં રહેતા અને રાજકોટની ખ્યાતનામ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના પ્લેટિના સીરામીક પ્રા. લી. વાળા અરવિંદભાઈ પટેલના પુત્ર આદિત્યએ ત્રીજો નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ મેળવવા બદલ ઠેર ઠેરથી આદિત્ય પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. બ્રોન્ઝ મેડલ મેળવીને આદિત્યએ મોરબી શહેર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text