મોરબી : આજથી નાની વાવડી ગામમાં સીટી બસ સેવા શરૂ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી

- text


મોરબી : શહેરથી નજીક આવેલા નાની વાવડી ગામના ગ્રામજનોની ઘણા લાંબા સમયની લાગણી અને માંગણીને ધ્યાને લેતા આજથી ગામમાં સિટી બસ સુવિધાનો પ્રારંભ થયો છે.

- text

આજથી નાની વાવડી ગામમાં મોરબી નગરપાલિકા દ્વારા સીટી બસ ચાલુકરી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સીટી બસ ચાલુ કરતા ગામ લોકોમાં ઉત્સાહ છવાયો છે. લાંબા સમયની માંગ સંતોષાતા ગ્રામજનોએ ખુશી સાથે એવી ખાત્રી ઉચ્ચારી હતી કે પાલિકાને આ રૂટ પર પૂરતો ટ્રાફિક મળી રહેશે. દર એક કલાકે ગામમાં બસની આવાગમન રહેતા હવે ગ્રામજનોએ ખાનગી ટ્રાન્સપોર્ટેશનો આધાર નહિ રાખવો પડે. સિટી બસ સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, બીમાર લોકોને મોરબી આવવા જવામાં ખૂબ મોટી રાહત મળી રહેશે. ગ્રામજનોએ સીટી બસ શરૂ થતાં સીટી બસના ડ્રાયવર અને કાંડક્ટરને મોં મીઠું કરાવીને વધાવ્યા હતા. આ તકે ગામના સરપંચે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text