મોરબીના પ્રવેશ દ્વાર સમા ઉમિયા સર્કલ પાસેનો રોડ તૂટયો : તંત્રને અંધાપો આવ્યો કે શું?

- text


તૂટલો રોડ અને ઉપરથી 24 કલાક ઉભરાતી ગટર કોઈનો જીવ લેશે ત્યારે શુ નપાણિયું તંત્ર જાગશે ?
સામાન્ય વરસાદ અને ગટરના પાણીથી ડામર રોડ પર ફૂટ-ફૂટના ખાડા પડયા : વારંવાર બનતા નાના મોટા અકસ્માતના બનાવો : અનેક વાહન ચાલકોને હાથ પગ ખોખરા થયા: શહેરના પ્રવેશ દ્વાર સમાન રોડની ધોર ઉપેક્ષાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ : તાત્કાલિક ધોરણે તંત્ર આ રોડની યોગ્ય મરમત કરે તેવી માંગ

મોરબી : મોરબીમાં સામાન્ય વરસાદમાં પણ તંત્રની પોલમપોલ ખુલ્લી પડી છે. ખાસ કરીને શહેરના પ્રવેશ દ્વાર સમાન ઉમિયા સર્કલ પાસેનો રોડ સામાન્ય વરસાદ અને ગટરના પાણી ભરાવવાથી તૂટી ગયો છે. રોડ પર અડધા કે ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે. અને ઉપરથી તેમાં ગટરના પાણી 24 કલાક ભરાયેલા રહે છે. જેના કારણે વારંવાર નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેથી અનેક લોકોના હાથ પગ ખોખરા થઈ રહ્યા છે. ઉપરાંત ટ્રાફિકજામ પણ થાય છે. રાજકોટ મોરબીને જોડતો આ મુખ્ય માર્ગ હોવા છતાં રોડની આ ગંભીર સ્થિતિ તંત્રના ધ્યાને કેમ આવતી નથી ?શુ તંત્રને અંધાપો આવી ગયો છે? તેવા પ્રશ્નો વાહન ચાલકો અને સ્થાનિકોના મનમાં ધૂમરાઇ રહ્યા છે.

મોરબીના શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસેનો રોડની સામાન્ય વરસાદમાં પણ ધોર દુર્દશા થઈ ગઈ છે. આ ઉપરાંત ઉમિયા સર્કલ પાસે સતત 24 કલાક ગટર ઉભરાતી હોવાથી રોડના બુરા હાલ થઈ ગયા છે. એકંદરે રોડની બન્ને સાઈડમાં ગટરના પાણી ભરાવવાથી ઉમિયા સર્કલ પાસેનો ડામર રોડ તૂટી ગયો છે. રોડ પર અડધા કે ફૂટ ફૂટના ગાબડા પડી ગયા છે. આ ખાડામાં ગટરના પાણી ભરાઈ રહેતા હોવાથી પાણીને કારણે ખાડો ન દેખાતા વાહન ચાલકો તેમાં ખાબકે છે. જોકે ટું વ્હીલર ચાલકો માટે તો અહીંથી પસાર થવું અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. ખાસ કરીને ટુ વ્હીલર લઈને નીકળતી મહિલાઓ કે વૃદ્ધો અહીં અનેક વખત પડી ગયાના બનાવો બન્યા છે. અનેક વખત બનતા અકસ્માતના બનાવોથી અનેક વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. રોડ પર ફૂટ ફૂટના ગાબડા હોવાથી ઉમિયા સર્કલ ઉપર સતત ટ્રાફિકજામ થાય છે.

- text

ઉમિયા સર્કલ મોરબીનો મુખ્ય પ્રવેશ માર્ગ ગણાય છે. રાજકોટ અને મોરબી અવર જવર માટે આ મુખ્ય માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. જોકે આ મુખ્ય માર્ગની આવી બુરી દશા હોવા છતાં તંત્રને એ રોડ પરના ખાડા કેમ દેખાતા નથી? શુ તંત્રને મોતિયો આવી ગયો છે? આટલી મોટી સમસ્યા હોય જ્યાં ફોર વહીલ પણ માંડમાંડ ચાલી શકે છે. છતાં નિભર તંત્ર કેમ ધોર ઉપેક્ષા કરે છે તે પ્રશ્ન વાહન ચાલકોને મનને અકળાવી રહ્યો છે. મુખ્ય માર્ગની આવી ખરાબ દશા થઈ ગઈ હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જોકે આ રોડની દિવસેને દિવસે ગંભીર પરિસ્થિતિ થઈ જતી હોવાથી જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text