આરટીઆઈ હેઠળ પુરી માહિતી આપવામાં ICDS મોરબી શાખાના અખાડા

- text


વાંકાનેર : મોરબી જિલ્લાની ICDS શાખા માહિતી અધિકાર કાયદાને ધોળીને પી ગયું હોય એવું વર્તન આર ટી આઈ એક્ટિવિસ્ટ સાથે કરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

વાંકાનેરના RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર શેરસિયા ઉસ્માનગનીએ જાન્યુઆરીની 5 તારીખે મોરબી જિલ્લામાં આંગણવાડીમાંથી ખરીદ કરેલ કિશોરી કીટ, સ્વચ્છતા કીટ અને અન્ય ખરીદી વિશેની માહિતી, અધિકાર હેઠળ માહિતીની માંગણી કરી હતી ત્યારે ICDS શાખાના જાહેર માહિતી અધિકારીએ 22 જાન્યુઆરીના પત્ર દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં શું જાહેર સમાયેલ છે તે સ્પષ્ટ થતું નથી તે બાબતે સ્પષ્ટતા માંગી હતી. પણ આવું RTIના કાયદા વિરુદ્ધમાં જઈને પુછવામાં આવેલ હતું. RTIના કાયદાનો છેદ ઉડાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ઉસ્માનગની દ્વારા જાહેર માહિતી અધિકારીને કાયદાનું સાચું અર્થઘટન કરાવતો જવાબ આપવામાં આવતા તેને અધૂરી માહિતી 19 ફેબ્રુઆરીના રોજ મોકલી આપી હતી. તેમાં જે મુદ્દામાં પોતાનું પાપ છાપરે ચડીને પોકારે તેમ હોય તેવી માહિતી આપવામાં આવી ન હતી. ફકત એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ માહિતી આ કચેરીને લાગુ પડતી નથી. પણ RTIના કાયદા પ્રમાણે જે માહિતી જે તે કચેરીને લાગુ પડતી ન હોય તેને તબદીલ કરવાની હોય છે. પણ આ કિસ્સામાં તબદીલ ન કરીને RTIના કાયદાની વિરુદ્ધમાં જઈને આવો જવાબ આપવામાં આવ્યો હતો. હકીકતે માહિતી અધિકારના કાયદાની કલમ 4.1(બી) પ્રમાણે તો આવી માહિતી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર હેઠળ કોઈ પણ વ્યક્તિને માંગવી ન પડે પણ તેને જ્યારે જોવી હોય ત્યારે દરેક કચેરીમાં ફાઈલ તૈયાર રાખવાની હોય છે. જેથી ગમે તે વ્યક્તિ જોઈ શકે છે. જ્યારે આ શાખામાં એ ફાઇલ તૈયાર તો નથી રખાઈ પણ માહિતી માંગવા છતાં આપવામાં આવેલ નથી. જ્યારે આમાં તો માહિતી પૂરી પાડવાની દાનત જ ન હોય તેવું દેખાઈ આવેલ હતું. જેને લઈને અપીલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણીમાં જિલ્લા પંચાયતના અપીલ અધિકારી, પ્રોગ્રામ ઓફિસરે જ અપીલમાં પણ મુદ્દાનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ ન હતો અને તેને સરકાર દ્વારા નવા પરિપત્રનું બહાનું ધરીને માહિતી તબદીલ ન કરી શકાય તેવી ખોટી વાત કરવામાં આવી હતી. જેને લઈને સચિવશ્રી, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરમાં 11 મેના રોજ ફરિયાદ કરવામાં આવેલ છે. એક જાગૃત નાગરિકને આવી જાહેર જનતાની માહિતી આપવામાં આ શાખાને ડર છે તે એમ બતાવે છે કે દાળમાં કઈક તો કાળું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

 

- text