મોરબી : ચકમપર ગામની ગૌચરની જમીન હડપ કરવાનો કારસો

- text


ગ્રામપંચાયતની ઉચ્ચકક્ષાએ વારંવારની રજુઆત બાદ પણ ગૌચરની જમીનમાં ગેરકાયદે મકાનો બનાવીને વેચવાનું ચાલતું કારસ્તાન

મોરબી : તાલુકાના ચકમપર ગામે આવેલી ગૌચરની જમીન પર અસામાજિક તત્વો દ્વારા કબજો કરી એ જમીન પર પ્લોટ પાડી, મકાનો બનાવીને વેચવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની જાણ ગ્રામપંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી દબાણ હટાવ કામગીરી શરૂ ન થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

- text

રાજાશાહી સમયમાં મોરબી સ્ટેટ તરફથી એક પરિવારને વાડો આપવામાં આવ્યો હતો. સમય જતાં એ વાડો ગૌનીમ એટલે કે ગૌચરની જમીનમાં જે તે સમયે તબદીલ કરી ચકમપર ગ્રામપંચાયતને ફાળવી તેના પર ગ્રામપંચાયતનો કબજો અને માલિકી સ્થાપિત કરવામાં આવ્યો હતો. સર્વે નંબર 683 પૈકી 1 ગૌચરની જગ્યામાં અમુક લોકો કબજો કરી ગૌચરની જમીનમાં પ્લોટ પાડી તેમાં બાંધકામ કરી એનું વેંચાણ શરૂ કર્યાનું ગ્રામપંચાયતને ધ્યાને આવતા વખતોવખત ગ્રામપંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મોરબી, નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) તાલુકા સેવા સદન- મોરબી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પંચાયત વિભાગના અગ્ર સચિવ, વિકાસ કમિશનર, મહેસુલ તપાસણી કમિશનર, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલી છે. પાછલા છ મહિનાથી વારંવારની રજુઆત બાદ હાલમાં પણ આ ગૌચરની જમીનમાં બાંધકામ તેમજ તેનું ગેરકાયદે વેંચાણ ચાલુ છે. ત્યારે કોના દોરી સંચારથી અને કોના પીઠબળથી આ દબાણકર્તાઓ બેફામ બન્યા છે તે તપાસનો વિષય છે. ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો જમાવનાર શખ્સો ગ્રામપંચાયતની નોટિસો કે સૂચનાઓને ગણકારતા નથી ત્યારે આવા તત્વોને ચોક્કસપણે કોઈ રાજકીય પીઠબળ હોય એવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text