- text
પૂછપરછમા અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો
મોરબી : મોરબીના પંચાસર રોડ પરથી ક્રિકેટ સટ્ટો રમતા આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં અન્ય ત્રણ આરોપીના નામો ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી એલસીબી ટીમે પંચાસર રોડ ઉપર રાજનગરની શ્રીમદ રાજ સોસાયટીમાં દરોડો પાડી આરોપી ભાવેશ ભગવાનજી મેરજાને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી પાડ્યો હતો. આ સાથે તેની પાસેથી ૨ મોબાઈલ કીમત ૫૫૦૦ તથા રોકડા ૪૪૦૦ સહીત કુલ ૯૯૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભનો ધીરજ પટેલ, રહે મોરબી રવાપર રોડ, વિમલ અંબારામ પટેલ રહે મોરબી પંચાસર રોડ અને જીગો શંકર પટેલ રહે મોરબી રાજનગર વાળાના નામો ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text